જામનગરના બેડી વિસ્તારમાં જાણીતા ધારાશાસ્ત્રીની હત્યા પ્રકરણમાં પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં વુધ એક આરોપીને પોલીસે પકડી પાડયો છે જેના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે. આ હત્યા પ્રકરણમાં ધરપકડનો આંક 11 પર પહોંચ્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં રમઝાન માસની શરૂઆતમાં ધારાશાસ્ત્રી હારૂન પલેજાની સરાજાહેર હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષક દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ ટીમ દ્વારા હત્યાના બનાવમાં એક પછી એક 10 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. દરમિયાન સીટની ટીમે મહેબુબ જુસબ સાયચા નામના વધુ એક આરોપીને દબોચી લઇ પુછપરછ આરંભી રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી. હત્યા પ્રકરણમાં કુલ 11 આરોપીઓની ધરપકડ થઈ છે હજુ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.