Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

- Advertisement -

જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કોમર્શિલય કો-ઓપરેટીવ બેંક લિ. જામનગરની 51મી વાર્ષિક સામાન્ય સભા તા. 29 ઓગસ્ટના રોજ બેંકના ચેરમેન ડો. બીપીનચંદ્ર ટી. વાધરના અધ્યક્ષસ્થાને ધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ધીરુભાઇ અંબાણી વાણિજ્ય ભવન જામનગર ખાતે યોજાઇ હતી.
પ્રથમ આ સભામાં ગતવર્ષ દરમિયાન બેંકના અવસાન પામેલ સભાસદોની આત્માની શાંતિ માટે મૌન સાથે પ્રાર્થના કરી હતી.

- Advertisement -

બેંકના ચેરમેન ડો. બીપીનચંદ્ર ટી. વાધરે અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત સર્વે સભાસદોને આવકાર્યા હતાં. તેઓએ જણાવેલ કે, આ વર્ષ બેંકની કામગીરી ખૂબ જ સારી રહેલ છે. સર્વે તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળેલ જે દર્શાવે છે કે, સર્વે સભાસદોનો અમારા પ્રત્યેનો જે વિશ્ર્વાસ છે તે કાયમ રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. બાદ તેઓએ ખુશી સાથે જણાવેલ કે, બેંકે 51 વર્ષની યાત્રા સારી રીતે પાર પાડી ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે. હાલ બેંકની વિવિધ સેવાઓની જાણકારી ઉપસ્થિત સભાસદોને આપી હતી.

બેંકના મેને. ડાયરેકટર પ્રવિણભાઇ ચોટાઇએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે, આપણી બેંકે આ વર્ષમાં સારી કામગીરી કરી દરેક ચેલેન્જને સ્વિકારી બેંકના ગ્રાહકો અને સભાસદોના સાથ અને સહકારથી સારુ પરિણામ મેળવી શકયા છીએ. તેમજ બેંકના સ્ટાફે પણ એટલી જ ધગશથી અને ઉત્સાહથી કામ કર્યું છે. સાથે સાથે જણાવેલ કે, જે કઇ બાબત આપણે નક્કી કરીએ તેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની મંજૂરી જરુરી હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા જે સૂચનાઓ અને માર્ગદર્શન આપશે તેનું આપણે પાલન કરવાનું રહેશે. વિશેષ જણાવેલ કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની ગાઇડલાઇન પ્રમાણે બેંકના સભાસદો ઉપરાંત ખાસ કરીને બેંકના ડિપોઝિટનું પણ હિત જળવાઇ રહે તે દિશામાં ધ્યાન રાખી સભાસદોને કરવામાં આવતાં ધિરાણમાં ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. બેંકો ફકત નફો કરવાનો જ ઉદ્ેશ નથી નફા સાથે સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ હોય છે તે પણ નિભાવી પડે છે. જેના ભાગરુપે વિવિધ સંસ્થાઓને નિયમમાં રહીને અનુદાન બેંકે આપેલ છે.

- Advertisement -

વિશેષ જણાવેલ કે, બેંકે આ વર્ષનું ડિવિડન્ડ દર વખતની જેમ 15 ટકા તેમજ સભાસદોને સરકારની ગાઇડલાઇન મુજબ નિયમમાં રહીને એક સારી ગિફટ પણ આપવા બોર્ડે ભલામણ કરી છે. બાદ જણાવેલ કે, બેંકનું રિઝર્વ્સ અને અન્ય ભંડોળ રૂા. 53.56 કરોડ ઉપર અને થાપણો રૂા. 353.72 કરોડ ઉપર તેમજ બેંકનું ધિરાણ રૂા. 175.06 કરોડ ઉપર થયેલ છે. બેંકની રૂા. 5 લાખની ડિપોઝિટ વિમાથી સંપૂર્ણ સુરક્ષીત છે. તે અંગેનું ડીઆઇસીજીસીનું પ્રિમિયમ બેંક દ્વારા રેગ્યૂલર ભરવામાં આવે છ.ે આ વર્ષે નફો ઇન્કમટેકસ તથા બધી જોગવાઇઓ બાદ કર્યા પછી રૂા. 5.60 કરોડ ઉપર થયેલ છે.

બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડાયરેકટર તેમજ સમગ્ર બોર્ડે તથા કર્મચારીગણના પ્રયત્નથી ધિરાણ ખાતાઓ એનપીએ ન થાય તેવી કાળજી રાખેલ જેથી બેંકનું ગ્રોસ એનપીએ માત્ર 1.63 ટકા અને નેટ એનપીએ 0.00 ટકા થયેલ છે.

- Advertisement -

વિશેષ, બેંકના જો. મેનેજીંગ ડાયરેકટર મહેશભાઇ રામાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આભાર દર્શન સાથે જણાવેલ કે, બેંકે એકાવન વર્ષ પૂર્ણ કરી બાવનમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સર્વે બોર્ડ ઓફ ડાયરેકટરર્સના સભ્યોના સાથ અને સહકારથી બેંકે અનેક શિખરો સર કર્યા છે.

મિટિંગમાં બેંકના વાઇસ ચેરમેન કેતનકુમાર માટલીયા, સીનીયર ડાયરેકટર ઇન્દુલાલ વોરા, જીતેન્દ્રકુમાર લાલ, વિજયભાઇ સંઘવી, અસ્મિતાબેન શાહ, ભારતીબેન પટેલ, જમનાદાસ એસ. શીયાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમજ બેંકના ડાયરેકટર જીતેન્દ્રકુમાર શાહ, વિઠ્ઠલભાઇ માકડીયા, કુશકુમાર ઉદાણી તથા ડાયરેકટર જયંતિલાલ ચંદરીયા અને અશ્ર્વિનભાઇ બરછા તથા પ્રો. ડાયરેકટર વિવેક ગાંધી તથા ધવલ શાહે સર્વેને શુભેચ્છા પાઠવી હતી.
બાદ બેંકના જનરલ મેનેજર સુરેશ રાયઠઠ્ઠાએ વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને તે મુજબના ઠરાવ પ્રસ્તાવો રજૂ કર્યા હતા. જે ઉપસ્થિત સભાસદોએ સર્વાંનુમત્તે મંજૂર કર્યા હતાં.

સભાસદોએ બેંકની પ્રગતિ તેમજ વિકાસલક્ષી બાબતો પર ખૂબ જ નિખાલસ અને સારા વાતાવરણમાં ચર્ચાઓ કરી હતી. બેંકના વિકાસ અંગે મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. સભાસદો તરફથી આવેલ સૂચનોની નોંધ લઇ તેનો અમલ થાય તે અંગે વ્યવસ્થા ગોઠવવા મેનેજમેન્ટ તરફથી જનરલ મેનેજરને જણાવવામાં આવ્યું હતું. બેંકના જનરલ મેનેજર એસ.ડી. રચાયઠઠ્ઠાએ બેંકના સભાસદો, થાપણદારો, સર્વે ડાયરેકટરો, કાયદાના સલાહકાર, બેંકના મેનેજરો તથા કર્મચારીગણ પ્રત્યે સભામાં ઉપસ્થિત રહેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ સભાનું સ:ચાલન બેંકના જનરલ મેનેજર સુરેશ રાયઠઠ્ઠા તથા અધિકારીઓ વિમલ દવે, જીતેન્દ્ર ખજુરીયાએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular