કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા જયેશભાઈ કેશુભાઈ ગોસાઈ નામના 32 વર્ષના બાવાજી યુવાન પર આ જ ગામના રહીશ મેરામણ લાખાભાઈ કુવડીયા, વજશી લાખાભાઈ, માલદે વજશીભાઇ અને રણમલ વજશીભાઈ કુવડીયા નામના ચાર શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાવડા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી જયેશભાઈ દ્વારા આજથી આશરે બે વર્ષ પહેલા આરોપી પાસેથી નગડીયા ગામની સીમમાં સાત વીઘા જમીન લીધી હતી. આ બાબત આરોપીઓને ગમતું ન હોવાથી આ અંગેનું મનદુ:ખ રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.