રવિવારે મુંબઈમાં વર્ષ 2022ના દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર હિટ ‘પુષ્પા: ધ રાઇઝ’ મૂવીને ‘ફિલ્મ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો. રણવીર સિંહને ફિલ્મ ‘83’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. એક્ટ્રેસ ક્રિતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદાન, રવીના ટંડન, મનોજ વાજપેયી, અહાન શેટ્ટી, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને અલગ-અલગ અવોર્ડ મળ્યા.