Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં પ્રાચીન દ્વારકાધીશના મંદિમાં અન્નકુટ મહોત્સવની ઉજવણી - VIDEO

જામનગરમાં પ્રાચીન દ્વારકાધીશના મંદિમાં અન્નકુટ મહોત્સવની ઉજવણી – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં કિશાન ચોક નજીક દ્વારકાપુરી રોડ પર ભગવાન દ્વારકાધીશજીનુ પ્રાચીન મંદિર આવેલ છે. જેમા શ્રી દ્વારકાધીશ ત્રિક્રમરાયજી અને કલ્યાણજીના સ્વરુપો બીરાજે છે, જેમાં અન્નકુટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ અન્નકુટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશ, ત્રિક્રમરાયજી અને કલ્યાણજીના પ્રાચીન પ્રસિદ્ધ મંદિરમાં પ્રતિવર્ષ કારતક સુદ સાતમના શુભ દિવસે ભવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

- Advertisement -

દ્વારકાધીશ મંદિર મુખ્યાજી રમેશભાઈ દ્વારા પૃષ્ટી સંપ્રદાયની પરંપરા મુજબ વિવિધ પ્રકારની મીઠાઈઓ, સામગ્રી તથા ફરસાણ સહિત અનેક સામગ્રીઓ તૈયાર કરી અન્નકુટ ભોગ ધરાવવામાં આવ્યો હતો.

- Advertisement -

સાંજે 5થી 8 કલાક દરમિયાન અન્નકુટના દર્શન માટે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. અન્નકુટના પાવન દર્શન બાદ પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular