Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ દર્શન યોજાયા

જામનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ દર્શન યોજાયા

- Advertisement -

જામનગરમાં સ્વામિનારાયણ મંદિરે ભગવાનને 200 પકવાનનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો. જેમાં સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનિધિ સ્વામી સહિતના સંતો જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતનવર્ષના પ્રથમ દિવસે અક્ષરપુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ અને ગુરુપરંપરા સમક્ષ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરને શણગારવામાં આવ્યું હતું. તેમજ મંગળા આરતી કરવામાં આવી હતી. ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની 200થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં હરિભક્તોએ મંદિરે નવા વર્ષની શરૂઆતથી દર્શન કરી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો. ત્યારબાદ પ્રસાદ લીધો હતો અને હરિભક્તોએ સંતોના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી હતી.
એએસપી નિતેશ પાંડે,તેમજ શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ પણ ઉપસ્થિત રહી દર્શન નો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular