જામનગરમાં તળાવ ની પાળ પર આવેલા અને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અખંડ રામધૂન ને લઈને સ્થાન પામેલા એવા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં રવિવારે માગશર સુદ પૂનમના દિવસે અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ મહા આરતી કરવામાં આવી હતી.
અખંડ રામ ધૂન થી સમગ્ર વિશ્વભરમાં પ્રચલિત એવા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં માગશર સુદ પૂનમ ના દિવસે અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહાઆરતી કરવામાં આવી હતી. બાલા હનુમાનજી મંદિરમાં રવિવારના સમગ્ર દિવસ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ રહી હતી, અને બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી ગણ અને વ્યવસ્થાપક દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જળવાઇ રહે અને લોકો માસ્ક પહેરીને દર્શનાર્થે આવે તેવી ગોઠવવામાં આવી હતી. ત્યાર પછી રાત્રે આઠ વાગે 108 દીવડાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. સાથોસાથ અખંડ રામધૂન અવિરત ચાલુ રાખવામાં આવી છે.