સલમાન ખાનની ફિલ્મ દબંગ બોલિવૂડની સુપરહિટ ફિલ્મ છે. નાટક, એક્શન અને મનોરંજક ગીતોથી સલમાનની ફિલ્મે દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું હતું. સલમાનની આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે કલાકારો આ ફિલ્મ દ્વારા બાળકોનું મનોરંજન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે દબંગની એનિમેટેડ સિરીઝ આવી રહી છે.હવે ખુદ સલમાને પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.સલમાને બાળકો માટે ફિલ્મને એનિમેટેડ સિરીઝમાં ફેરવી છે. ચુલબુલ પાંડે હવે કાર્ટૂન કેરેક્ટરમાં ટીવી અને OTT પ્લેટફોર્મ પર જોવા મળશે.
સલમાન ખાને સોશિયલ મીડિયામાં લખ્યું, બચ્ચો સે યાદ આયા, સ્વાગત નહીં કરોગે હમારા? ચુલબુલ પાંડે લેન્ડ હો રહા હૈ. ડિઝની પ્લસ હોટ સ્ટાર VIP પે, વહી એક્શન, વહી મસ્તી, લેકિન એક નયે અવતાર મેં. દબંગ એનિમેટેડ સિરીઝ 30 મેના રોજ સવારે 10 વાગ્યે ડિઝની પ્લસ હોટસ્ટાર VIP પર સ્ટ્રીમ કરી છે. આ ઉપરાંત દબંગ-ધ એનિમેટેડ સિરીઝ 31 મેથી રોજ બપોરે 12 વાગ્યે કાર્ટૂન નેટવર્ક ચેનલ પર આવશે.
એનિમેટેડ સ્ટુડિયો કોસ્મોસ – માયાને ફિલ્મની એનિમેટેડ શ્રેણીના નિર્માણના તમામ અધિકાર મળ્યા છે. ચુલબુલ પાંડે ઉપરાંત રજજો (સોનાક્ષી સિંહા) અને છેદી સિંઘ (સોનુ સૂદ) પણ એનીમેટેડ વર્ઝનમાં નજર આવશે.દબંગના પ્રોડ્યુસર અરબાઝ ખાને આ વિશે વાત કરતા કહ્યું કે, ‘દબંગ વિશેની ખાસ વાત એ છે કે તે એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન ફિલ્મ છે, તેથી આ ફિલ્મનું એનિમેટેડ સંસ્કરણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.’