જૈનોના પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકની ગઇકાલે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે રાત્રીના આંગી દર્શન તથા 108 દિવાની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેનો જૈન સમાજના ભાવિક-ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ ઉપરાંત આજે ભગવાનનો દિક્ષા કલ્યાણક હોવાથી સવારથી ભગવાનના દર્શન પૂજા ઉપરાંત સામાયિક સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત અઠ્ઠમ તપ કરેલ લોકોના પારણાનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે.