ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર, હેલ્પ બહેનોના પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં ધ્રોલ તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનો તા. 12 થી 14 ત્રણ દિવસ માટે સવારે 10 થી સાંજે 5 કલાક સુધી મામલતદાર કચેરી સામે ધરણા પર બેઠા હતાં અને કામગીરીથી અડગા રહ્યા હતાં. તેમજ મોબાઇલની કોઇ કામગીરી કરી ન હતી. સરકારી મોબાઇલ ચાલતા નથી અને ખાનગી મોબાઇલની મંજૂરી નથી. આથી ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.