ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઇ રાવલીયા અને અન્ય આગેવાનો વરવાભાઇ ગોજિયા, મુકેશભાઇ વાવણોટિયા, કારાભાઇ વગેરે આગેવાનો દ્વારા ટિંબડી, ઘુમલી સહિતના ગામોમાં, આંગણવાડી તથા મધ્યાહન ભોજન જે બાળકોને પીરસવામાં આવતું ભોજનના કઠોળમાં જીવાંત મળતાં (ધનેડા) દેખાતા સૌ કોઇ ચોંકી ગયા હતા.
આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ કે ઉપરોકત કઠોળ બાળકો, કુપોષિત બાળકો, મધ્યાહન ભોજન તથા સગર્ભા જાતિઓને આપવામાં આવે છે જો આવા પ્રકારનું જ કઠોળ આપવામાં આવતું હોય તો આનાથી અન્ય બિમારીનું જોખમ પણ રહે છે જે બાબત અતિ ગંભીર છે. તાલુકા પંચાયતના પ્રમુખ અને તેઓની ટીમ દ્વારા ઓચિંતી મુલાકાતમાં ગંભીર કહી શકાય તેવી ક્ષતિ જોવા મળતા તાત્કાલિક ધોરણે બાળકોને વ્યવસ્થિત કઠોળ મળે તેવી લગત વિભાગને રજુઆત કરી હતી અને આ બાબતને ગંભીર ગણાવી પગલાં લેવા રજૂઆત કરી હતી.