જામનગરની રંગમતિ નદીને ઉંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યના દિવ્યેશભાઇ અકબરી દ્વારા આ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ જામનગર શહેરની ભાગોળેથી પસાર થતી રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો સ્ટે. કમિટીમાં સૈધ્ધાંતિ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જામ્યુકોની સ્થાયી સમિતિએ સરકારની સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ જુદી-જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કાંપથી બુરાઇ ગયેલી અને છિછરી બની ગયેલી રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું પાણી સરળતાથી વહન થઇ શકે. આમ રંગમતિ નદીને મુળ સ્વરુપે પ્રસ્થાપિત કરવા અને તેની ઉંડાઇ તથા પહોળાઇ વધારવાનું કામ શરુ થઇ ચૂક્યું છે. ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા આ કામગીરી સ્થળની મુલાકાત લઇ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.તેમણે કામગીરીનું નિરિક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓ સીટી એન્જિનિયર ભાવેશભાઇ જાની સહીતના અધિકારીઓ સાથે જરુરી ચર્ચા-વિચારણા કરી હતી. આ તકે તેમની સાથે વોર્ડ નં. 16ના કોર્પોરેટર પાર્થભાઇ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
રંગમતિ નદી થશે ઉંડી, કામગીરી શરૂ
ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કામગીરીનું નિરિક્ષણ