દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગે આજે વિશેષ ભક્તિભાવ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણી સોમનાથ ધામે પધાર્યા હતા. અનંતભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શિરસા નમાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા અને પવિત્ર જલાભિષેક કર્યો હતો.
વેદિક મંત્રોચ્ચાર અને શિવસ્તોત્ર સાથે કરાયેલા જલાભિષેકથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી છવાઈ ગયો હતો. પૂજાવિધિ દરમ્યાન અનંતભાઈ અંબાણીએ દેશની પ્રગતિ, જનકલ્યાણ અને સૌના સુખ-સમૃદ્ધિ માટે મહાદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન તેમની આસ્થા અને શ્રદ્ધા સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
View this post on Instagram
આ શુભ અવસરે અનંતભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના ચરણોમાં રૂ. 5 કરોડનું દાન અર્પણ કર્યું હતું. આ દાનરાશિનો ઉપયોગ યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા તેમજ સોમનાથ ક્ષેત્રના વિવિધ તીર્થ વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ તથા મંદિર પ્રશાસન દ્વારા અનંતભાઈ અંબાણીની આ ધાર્મિક ભાવના અને ઉદાર દાન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના આ યોગદાનથી સોમનાથ ધામે આવનારા લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ અને સુવ્યવસ્થિત દર્શનનો લાભ મળશે, તેવું માનવામાં આવી રહ્યું છે.


