Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઅનંત-રાધિકાનું જામનગરના આંગણે જાજરમાન સ્વાગત - VIDEO

અનંત-રાધિકાનું જામનગરના આંગણે જાજરમાન સ્વાગત – VIDEO

ફુલોની ચાદર બિછાવી, બહેનો દ્વારા સામૈયું, ફટાકડાની આતશબાજી અને ગુજરાતી ગરબાની મોજ સાથે અનંત-રાધિકાનું સ્વાગત

- Advertisement -

અનંત-રાધિકાના લગ્નને લઇને જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરૂભાઇ અંબાણીની કર્મભૂમિ જામનગરના આંગણેથી અંબાણી પરિવારે પુત્ર અનંત અને રાધિકાના લગ્નની શેરેમની પ્રિવેડીંગથી શુભ શરૂઆત કરી હતી. ત્યારથી લઇને ગઇકાલે અનંત-રાધિકાના જામનગર રિલાયન્સ ખાતે આગમન સુધી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -

ગઇકાલે એરપોર્ટ પર ઉત્સવ જેવો માહોલ અનંત અને રાધિકારને આવકારવા જોવા મળ્યો હતો. કરોડો રૂપિયાના ફુલોથી સજાવેલી રોલ્સરોય કાર લોકોના આર્કેણનું કેન્દ્ર બન્યું હતું. અનંત-રાધિકા અંબાણીને આવકારવા રિલાયન્સ ટાઉનશીપમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કરોડો રૂપિયાના ફુલોના વરસાદ કરવામાં આવ્યો હતો. ઢોલીએ બેન્ડવાજા સહિતની મંડળીઓ એરપોર્ટ પર પહોંચી હતી.

- Advertisement -

જામનગરમાં પ્રથમ વખત આવી રહેલા નવદંપતિને આવકારવનો થનગનાટ જામનગરના આંગણે જોવા મળ્યો હતો. ત્યારે પરંપરાગત સાફામાં રિલાયન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. કુમારીકાઓ દ્વારા અનંત-રાધિકાના સામૈયા કરાયા હતા. જયારે બહેનો દ્વારા નવદંપતિની આરતી ઉતારવામાં આવી હતી. આસપાસના દરેક ગામોથી ઢોલીની મંડળી બોલાવાઇ હતી. ત્યારે જાણે જામનગરના આંગણે ઉત્સવનો અદભૂત માહોલ સર્જાયો હતો. એરપોર્ટથી લઇને રિલાયન્સ સુધીના રસ્તાઓ પર ફટાકડાની આતીશબાજી કરવામાં આવી હતી. જયરે એરપોર્ટથી લઇને પાર્કિગ સુધી ફુલોનો વરસાદ અને ફુલોની ચાદર બિછાવવામાં આવી હતી. આ સાથે જુદી-જુદી મંડળીઓ દ્વારા રાસની રમઝટ બોલાવઇ હતી. ત્યારે અનંતને વ્હાલા એવા જામનગરમાં જાણે નવદંપતિને આવકારવા ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું હતું. અને નવદંપતિએ પણ હર્ષપૂર્વક આ સ્વાગતને ઝીલીને અભિવાદન કર્યુ હતું. સર્વેને જયશ્રીકૃષ્ણ કહી નમ્રતાપૂર્વક અભિવાદન ઝીલ્યું હતું.

આમ 12 જુલાઇના લગ્નગ્રંથીએ બંધાયેલા અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અને રાધિકાએ લગ્નબાદ પ્રથમ વખત જામનગર ખાતે આગમન કરતાં રિલાયન્સ ખાતે ઉત્સવ છવાયો હતો અને નવદંપતિનું જામનગરમાં જાજરમાન સ્વાગત કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular