રિલાયન્સના ઈન્ડ.ના મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના લગ્નને લઇને પ્રસંગોની શુભ શરૂઆત થઈ ચૂકી છે. પ્રિવેડીંગ ફંકશનથી શરૂ કરીને લગ્નના પ્રસંગો સુધી અંબાણી પરિવારે આ લગ્નને યાદગાર બનાવવા ખૂબ ધામધૂમ કરી છે. સમગ્ર બોલીવૂડના સીતારાઓ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ અને વિદેશી તારલાઓ સાથે આ લગ્ન પ્રસંગોની શરૂઆત થઈ હોય ત્યારે મામેરૂ પ્રસંગમાં ગુજરાતી રીત રીવાજ મુજબ મામેરીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ અંબાણી પરિવારે સંગીત સંધ્યા માણી હતી.
આ લગ્નોત્સવની સંગીત સંધ્યામાં પુરા અંબાણી પરિવારે ફેમસ સોંગ ‘દીવાનગી દીવાનગી’ પર દમદાર પરફોમન્સ કર્યુ હતું. જેમાં ઘરના મોભી એવા મુકેશભાઈ અંબાણી, નીતા અંબાણી, પુત્ર આકાશ અને પુત્રવધૂ શ્લોકા, દુલ્હેરાજા અનંત અને થનારી પુત્રવધૂ રાધિકા સાથે પુત્રી ઇશા તેમજ જમાઈ રાજા આનંદ સાથે બોલીવૂડ તારલાઓનું ફેમસ સોંગ ‘દીવાનગી દીવાનગી’ પર પ્રશંસનીય પરફોર્મન્સ આપીને ફંકશનમાં જાન પૂરી હતી.
આ રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના ગ્રાન્ડ ચીલ્ડ્રન સાથે પણ ‘ચકકે પે ચક્કા’ ગાડીમાં બેસીને ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું. પોતાના પુત્ર અનંતના લગ્નોત્સવમાં પુત્ર આકાશના દિકરા પૃથ્વી અને દિકરી વેદા તેમજ પુત્રી ઈશાના પુત્ર ક્રિષ્ના અને આદિયાને લઇને નીતા અંબાણી સાથે ‘ચકકે પે ચક્કા’ ગીત પર સંગીત સંધ્યામાં પરફોર્મ કર્યુ હતું.