જામનગર જિલ્લાના ખારાવેઢા ગામના વતની પટેલ યુવાને નાની માટલી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ખારાવેઢા ગામના વતની વિપુલ પોપટભાઈ ભંડેરી (ઉ.વ.33) નામના યુવાને તેમની જ્ઞાતિમાં લગ્ન કર્યા હતાં અને ત્યારબાદ તેમને અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. વિપુલ બેકાર રહેતો હતો અને જિંદગીથી કંટાળીને મંગળવારે રાત્રિના સમયે નાની માટલી ગામની સીમમાં આવેલા અલ્તાફભાઈના ખેતરના કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા મૃતકના ભાઈ પંકજ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.