Saturday, December 28, 2024
Homeવિડિઓભાણવડ નજીક એસ.ટી. બસ પૂલ નીચે ખાબકી - VIDEO

ભાણવડ નજીક એસ.ટી. બસ પૂલ નીચે ખાબકી – VIDEO

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગર ગામ નજીક એસ.ટી. બસની બે્રક ફેલ થઇ જતા બસ પુલ નીચે ખાબકી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.

- Advertisement -

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગર ગામ નજીક આવેલ ફાટક પાસે એસ.ટી. બસ પુલ નીચે ખાબકી હતી. ફાટક બંધ હોવાને કારણે ઉપલેટા-જામનગર રૂટની એસ.ટી. બસ અહીં ઉભી હતી.આ દરમિયાન અચાનક એસ.ટી. બસની બે્રક ફેલ જઇ અને ઢાળ હોવાને કારણે બસ પુલ નીચે ખાબકી હતી. આ દુર્ઘટનાને કારણે બસમાં બેસેલા મુસાફરોનો શ્ર્વાસ અધ્ધર ચડી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. જેથી મુસાફરોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular