જામનગર શહેર કોંગ્રેસ દ્રારા ઓનલાઈન મેમ્બર્સ ડ્રાઈવનો પ્રારંભ કરાયો છે.આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ની ઉપસ્થિતિમાં વૉર્ડ 4માં મેમ્બર્સ ડ્રાઈવ કરવામાં આવી હતી. આ તકે નવાગામ ઘેડ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે જનમીત્રોની નિમણુંક કરવામાં આવી હતી. ધારા સભ્ય વિક્રમ ભાઈ માડમ પણ તેમના બુથ ઉપર જનમીત્રો અને ઓનલાઈન મેમ્બર્સ પણ બન્યા હતા. આ તકે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ. તૌસીફખાન પઠાણ, નયનાબા જાડેજા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.