જામનગર તાલુકાના હાપા રેલવે કોલોનીમાં મંદિર નજીક આવેલી ગટરમાં પડી જતા વૃદ્ધનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા જવાહરનગર 1 માં રહેતા પુંજાભાઈ બુધાભાઈ શેઠીયા (ઉ.વ.62) નામના વૃદ્ધને છેલ્લાં બે દાયકાથી માનસિક અને વાયની બીમારી હતી તેમજ 12 દિવસ પહેલાં ઘરેથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતાં. દરમિયાન શુક્રવારે સાંજના સમયે હાપા રેલવે કોલોની નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસેની પાણીની ગટરમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા પુંજાભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફ દ્વારા મૃતકના ભાઈ કાનાભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના હાપામાં ગટરમાંથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો
20 વર્ષથી માનસિક બીમાર વૃદ્ધ 12 દિવસ પૂર્વે ઘરેથી ચાલ્યા ગયા: બાદમાં મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા કાર્યવાહી