Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાના ભાડથર ગામે વૃદ્ધને મારી નાખવાની ધમકી

ખંભાળિયાના ભાડથર ગામે વૃદ્ધને મારી નાખવાની ધમકી

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નારણભાઈ નગાભાઈ ચાવડા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાની વાડીએ હતા ત્યારે, આ જ ગામનો વીરા લખુભાઈ ચાવડા ધસી આવ્યો હતો.

નારણભાઈના દોહિત્રા અજયભાઈની સાથે કાર ચલાવવા બાબતે થયેલા મનદુ:ખનો ખાર રાખી વીરાભાઈએ નારણભાઈ સાથે ઝઘડો કરી, બિભત્સ ગાળો કાઢી, પથ્થરના છુટ્ટા ઘા ફટકારી અને મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી નારણભાઈને મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળીયા પોલીસ મથકમાં આઈપીસી.કલમ 323, 337, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular