ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં આંબાભગતની જગ્યા નજીક શુક્રવારે સાંજના સમયે પ્રૌઢે લીમડાના ઝાડની ડાળી સાથે વાયર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ જામાનગર જિલ્લાના જાંબુડા ગામના વતની અને હાલ ધ્રોલમાં શિવમ પાર્ક સોસાયટીમાં રહેતાં નરેન્દ્રભાઈ ભવાનભાઈ કાનાણી (ઉ.વ.51) નામના વેપારી પ્રૌઢને છેલ્લાં એક મહિનાાથી મગજની તકલીફ થઈ હતી અને તેમનું મગજ ઓછું કામ કરતું હતું. દરમિયાન થોડા દિવસોથી ગુમસુમ રહેતાં પ્રૌઢ શુક્રવારે તેના કૌટુંબિક મામાની વાંકીયા ગામની સીમમાં આંબા ભગતની જગ્યાથી થોડે દૂર આવેલા ખેતરમાં ગયા હતા અને ત્યાં લીમડાના ઝાડની ડાળી સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અજય દ્વારા જાણ કરાતા હેકો કે ડી કામરીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.