જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં વૃદ્ધને આંખની નસુ સુકાતી હોય અને ચીડિયા સ્વભાવના કારણે જિંદગીથી કંટાળીને તેના ઘરે પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં જમાતખાનાની બાજુમાં રહેતા ઈસ્માઈલભાઈ મામદભાઈ કાબરા (ઉ.વ.64) નામના વૃદ્ધને આંખની નસુ સુકાતી હોય જેના કારણે ઓછું દેખાતું હતું. તેમજ ગેસની બીમારી તથા ચીડિયા સ્વભાવને કારણે જિંદગીથી કંટાળી જઈ શુક્રવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર ફિરોજભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.