ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા કરીમભાઈ મંગાભાઈ ચાવડા નામના 71 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધને રસ્તે રખડતા ખૂંટિયાએ પછાડી દેતા ગંભીર રીતે ઘવાયેલા કરીમભાઈ ચાવડાને લોહી લુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર હમીદભાઈ કરીમભાઈ ચાવડાએ ઓખા મરીન પોલીસને કરી છે.