Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પ્રૌઢને ચાર વ્યાજખોરો દ્વારા ત્રાસ અને ધમકી

જામનગરના પ્રૌઢને ચાર વ્યાજખોરો દ્વારા ત્રાસ અને ધમકી

ચારેય પાસેથી લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી : 10%થી લઇ 30% સુધીનું જંગી વ્યાજ : ચેક રિટર્ન કરાવી કોર્ટમાં વ્યાજખોરો દ્વારા ફરિયાદ : પોલીસ દ્વારા ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગરદ શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાસે દેવુભાના ચોકમાં રહેતા રિક્ષા ચલાવતા પ્રૌઢે વ્યાજે લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં ચાર વ્યાજખોરો દ્વારા ચેક રિટર્ન કરાવી કોેર્ટમાં ફરિયાદ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાસે દેવુભાના ચોકમાં રહેતાં અને રિક્ષા ચલાવતા દિપકભાઈ હરગોવિંદભાઈ મોડ (ઉ.વ.52) નામના પ્રૌઢે દિપક બચુ વાઘેલા પાસેથી 10% વ્યાજે 50000 લીધા હતાં અને આ રકમ પેટે વ્યાજ સહિત રૂા.1,80,000 ચૂકવી દીધા હતાં. તેમજ હાર્દિક ઉર્ફે લખન ભાઈલાલ વાઘેલા નામના શખ્સ પાસેથી 30%ના ઉચા વ્યાજે રૂા. 30000 ની લીધેલી રકમનું વ્યાજ સહિત રૂા.1,08,000 ચૂકવી દીધા હતાં. ઉપરાંત પ્રિન્સ રાજુ ચૌહાણ નામના વ્યાજખોર પાસેથી દિપકે 20%ના વ્યાજે રૂા.1,00,000 ની રકમ લીધી હતી. જે પેટે રૂા. 90 હજાર ચૂકવ્યા હતાં તથા જતિન પઢીયાર પાસેથી 10% વ્યાજે 20000 લીધા હતાં અને તેના પેટે રૂા.45000 કટકે-કટકે ચૂકવી દીધા હતાં તેમ છતાં હાર્દિક અને જતિન પઢીયારે દિપકના બેંક ઓફ ઈન્ડિયાના સહી કરેલા ચેકમાં 1,70,000 ની રકમ ભરી ચેક રિટર્ન કરાવી ફરિયાદ કોેર્ટમાં કરી હતી.

તેમજ વ્યાજખોરોએ વ્યાજની અને મૂળ રકમની પ્રૌઢ પાસેથી પઠાણી ઉઘરાણી કરી જામીનગીરી માટે પ્રૌઢના અને તેના પુત્રના કોરા ચેકમાં સહી કરાવી સિકયોરિટી પેટે લઇ લીધા હતાં અને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દિપકભાઈ મોડે ચાર વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે મની લેન્ડર્સ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular