Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં અગાસી પરથી પટકાતા વૃધ્ધનું મોત

જામનગરમાં અગાસી પરથી પટકાતા વૃધ્ધનું મોત

જામનગર શહેરમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વૃધ્ધનું અગાસી પરથી પટકાતા મોત નિપજ્યું હતું.

જામનગર શહેરના કૃષ્ણનગર શેરી નં.4 મા આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં પ્રવિણભાઈ કલાભાઈ ડોબરિયા (ઉ.વ.65) નામના વૃધ્ધ રવિવારે વહેલીસવારના સમયે તેના મકાનની અગાસી પર હતા તે દરમિયાન કોઇ કારણસર નીચે પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અલ્પેશ ચોવટીયા દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular