Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર તાલુકાના મોટી ગોપમાં હ્રદયરોગના હુમલાથી વૃધ્ધનું મોત

જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં હ્રદયરોગના હુમલાથી વૃધ્ધનું મોત

- Advertisement -

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં ખેતીકામ કરતા સમયે વૃધ્ધને હ્રદયરોગનો હુમલો આવતાં બુશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં આવેલા પરબતભાઇ પાથરના ખેતરમાં ખેતીકામ કરતાં કારાભાઇ સાજણભાઇ પાથર(ઉ.વ.63) નામના વૃધ્ધને સોમવારે સવારના સમયે એકા એક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. બનાવની કરશનભાઇ દ્વારા જાણ થતાં હેકો.વી.પી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular