જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર (લાલપુર) ગામમાં રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર (લાલપુર) ગામમાં રહેતા ભીખાભાઈ કાનજીભાઈ ચભાડિયા (ઉ.વ. 60) નામના વૃદ્ધ ને શનિવારે સાંજના સમયે એકા એક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલા હૃદયરોગ ના હુમલાથી મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. બનાવની પ્રવીણભાઇ દ્વારા જાણ કરાતા હેકો.એચ.બી.સોઢીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.