જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિર સામે રહેતા વૃધ્ધનું બીમારી સબબ બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં 49 દિગ્વીજય પ્લોટમાં આશાપુરા મંદિર સામે રહેતાં કાનજીભાઈ ખીમજીભાઈ પરમાર (ઉ.વ.63) નામના નિવૃત્ત વૃધ્ધને બીમારી સબબ શરીર પરની ચામડી ઉતરવા લાગી હતી અને એક માસથી જમવાનું છોડી દીધું હોવાથી શારીરિક નબળાઈને કારણે ગુરૂવારે વહેલીસવારના સમયે બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર જીતુભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


