ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પંદર કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી જીજ-10-સીએફ-9657 નંબરના મોટરસાયકલ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલાં જામનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ધરણાંતભાઈ અરજણભાઈ આંબલીયા નામના 66 વર્ષના વૃદ્ધે મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે તેમની સાથે બેસેલા તેમના ભાઈ જામનગરના રહીશ વરવાભાઈ અરજણભાઈ આંબલીયા નામના વૃદ્ધને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર પાલાભાઈ વરવાભાઈ આંબલીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ધરણાંતભાઈ અરજણભાઈ આંબલીયા સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304(અ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.