જામનગર તાલુકાના નાઘેડીમાં રહેતા વૃદ્ધને બીમારી સબબ હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટિયા પાસે રહેતા ઘનશ્યામસિંહ રાસુભા જાડેજા (ઉ.વ.70) નામના વૃદ્ધ સોમવારે સવારના સમયે તેના ઘરે બીમાર પડી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યું હતું. આ અંગે ધુ્રવરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો પી.એ. ખાણધર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.