Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ટ્રેન સાથે અથડાતા વૃધ્ધનું મોત

જામનગર શહેરમાં ટ્રેન સાથે અથડાતા વૃધ્ધનું મોત

બાવરીવાસ ખુલ્લા ફાટક પાસે અકસ્માત: પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરમાં સોનલનગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધે આંચકીની બીમારી હતી. તેમજ મધ્યરાત્રિના સમયે કોઇને જાણ કર્યા વગર બાવરીવાસ ખુલ્લા ફાટક પાસેથી પસાર થતી ટ્રેન સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સોનલનગર વિસ્તારમાં રહેતાં ભીખાભાઈ સાંગણભાઈ માયણી (ઉ.વ.60) નામના વૃધ્ધને આંચકી અને તાણની બીમારી હતી. આ બીમારીથી કંટાળીને ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ઘરેથી કોઇને જાણ કર્યા વગર બાવળીવાસ પાસે આવેલા ખુલ્લા ફાટક પરથી પસાર થતી ટ્રેન સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પુત્ર રણમલભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular