કાલાવડમાં બાલંભડી રોડ પર આવેલા ખેતરના કુવામાં મોટર રીપેર કરવા ઉતરવા જતાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડમાં ખોડિયાર પરામાં રહેતાં શિવાભાઈ નાનજીભાઈ ફળદુ (ઉ.વ.70) નામના વૃધ્ધ બુધવારે મધ્યરાત્રિના સમયે બાલંભડી રોડ પર આવેલા તેના ખેતરના કૂવામાં મોટર રીપેર કરવા માટે ઉતરતા જતાં સમયે કુવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવતા એએસઆઈ એમ.ડી. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ કૂવામાંથી વૃધ્ધનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.