દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામિ સ્વરૂપાનંદ સરસ્વતિજીનું તાજેતરમાં નિધન થયું છે. ત્યારે ઓખાના અગ્રણી સ્વ. મનસુખભાઇ બારાઇ પરિવાર દ્વારા શોકની લાગણી સાથે પૂ. શંકરાચાર્યજી સાથેના તેમના પરિવારના સંસ્મરણો વાગોડયા છે અને તેમના નિધનથી હિન્દુ સમાજને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું છે.
દ્વારકા પીઠના પીઠેશ્ર્વર એવા પૂ. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના સ્વર્ગા રોહણથી દ્વારકા ઓખાના અગ્રણી સ્વ.મનસુખભાઈ બારાઇ પરિવાર ખૂબ ઊંડા શોકની લાગણી સાથે બ્રહ્મલીન પામેલ પૂજય શંકરાચાર્યજી સાથેના સંસ્મરણો વાગોળતા ભરતભાઈ બારાઈ જણાવે છે કે, અમારા સમગ્ર પરિવાર અને ખાસ કરી અમારા પિતા સ્વ.મનસુખભાઈ બારાઇ ઉપર અનન્ય ભાવ હતો અને અવાર નવાર તેમના જ્ઞાનનો લાભ મેળવતા. ભરતભાઈ બારાઇ વિશેષમાં જણાવે છે કે, પૂજય દ્વારા અમારા રાજકોટ નિવાસસ્થાને પધરામણી કરી તેમના પાવન પગલાં કર્યા હતાં.
અમારા પરિવાર સહિત નજદીકના લોકોને પણ આ લાભ મળતા સહુ ધન્ય થયા હતા.આ પધરામણી અમારા પરિવાર માટે એક અવિસ્મરણીય પ્રસંગ જેવી બની રહી છે. સ્વ. મનસુખભાઈ બારાઈ પરિવારના ભરતભાઈ સંસ્મરણ વાગોળતા કહે છે કે, પૂજયના નિધનથી હિન્દુ સમાજને કદી ન પુરાઇ તેવી ખોટ પડી છે.