જોડીયા તાલુકાના મોરાણા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતી અને મજૂરી કામ કરતી યુવતીને કોઈ કારણસર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જોડીયા તાલુકાના મોરાણા ગામની સીમમાં આવેલા જેતાભાઈના ખેતરમાં મજૂરીકામ કરતી ચંદુબાઈ રાકેશ દેવદા (ઉ.વ. 24) નામની યુવતીને ગત તા.11 ના રોજ કોઈ કારણસર શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર દરમિયાન રવિવારે બપોરે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની મૃતકના પતિ રાકેશ દેવદા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.