Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરડીએપી ખાતરની સબસીડીમાં રૂપિયા 850નો વધારો કરાયો

ડીએપી ખાતરની સબસીડીમાં રૂપિયા 850નો વધારો કરાયો

રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયો છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.

- Advertisement -

આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. 1650/- પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. 2501/- પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ. 850/- ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્પમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રાસાયણ ખાતર મંત્રી મનસુખભાઇ માંડવીયાનો આભાર વ્યકત કયા હતો.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850 કરોડની સબસીડીનો ફાયદો થશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular