Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજયમાં પ્રમાણિક વીજગ્રાહકો પર રૂા.1058 કરોડનો વધારાનો બોજ લાદવામાં આવ્યો...

જામનગર સહિત રાજયમાં પ્રમાણિક વીજગ્રાહકો પર રૂા.1058 કરોડનો વધારાનો બોજ લાદવામાં આવ્યો !

કાળઝાળ મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ ખંખેરવાનો નિર્ણય

- Advertisement -

ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા ફ્યુઅલ ખર્ચ 60 ટકાથી વધારી 80 ટકા કરવામાં આવતા ગુજરાતના 1.4 કરોડ જેટલા વીજ ગ્રાહકોને વર્ષે આશરે 1058 કરોડ રૂપિયાનો બોજો આવશે. જ્યારે સૌરાષ્ટ્રના પીજીવીસીએલના 56 લાખ જેટલા ગ્રાહકોને મહિને આશરે 70 કરોડ રૂપિયા જેટલો વધારાનો બોજ આવશે.

જોકે ધુવારણ 1 અને ર નંબરના પ્લાન્ટની ફ્યુઅલ કોસ્ટ એક યુનિટના રૂ.10 કરતા પણ ઉંચી છે. પરંતુ પવન ઉર્જા થકી પેદા કરવામાં આવતી વીજળીના ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદવામાં આવતી હોવાથી ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, અદાણી પાવર, ટાટા પાવર પાસેથી વીજળી ખરીદવામાં આવતી હોવાથી ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ એપપીપીએની ફોમ્ર્યુલા હેઠળ ચુકવવી પડતી હોવાથી યુનિટ દીઠ કિંમત 2.50 રૂપિયાથી વધતી નથી.

ગુજરાત સરકારની કંપનીઓ દ્વારા કુલ મળીને 5584 મિલીયન યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે. તેની સામે 26238 મિલીયન યુનિટ ખરીદવામાં આવે છે. વીજ ઉત્પાદનમાં પાવર સરપ્લસ સ્ટેટ તરીકે ઓળખવામાં આવતા ગુજરાત રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા પેદા કરવામાં આવતી વીજળીનું પ્રમાણ ફક્ત 21.3 ટકા જે છે. તેની સામે 78.7 ટકા વીજળી વીજ વિતરણ કંપની થકી સપ્લાય આપવા માટે ખરીદે છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. પાસે ખેતીવાડીના 10.50 લાખ સહિત 56 લાખ ગ્રાહકો છે. ઉર્જા નિયમન પંચ દ્વારા ફ્યુઅલ કોસ્ટમાં 10 પૈસાનો વધારો કરાતા હવે 1.80 રૂપિયાથી વધીને 1.90 રૂપિયા થયા છે. આ વધારો 1લી જુલાઈથી લાગુ પડતો હોઈ હવે પછીના બિલની રકમ વધી જશે.

ભાવ વધારાને કારણે મોંઘવારીમા પીસાતી પ્રજાની આર્થિક હાલત વધુ તંગ બનશે. વીજ સુવિધા જીવન આવશ્યક હોવાથી તેની અસર દરેક વર્ગ પર પડશે. પીજીવીસીએલ ઉપરાંત ગુજરાતની ચારેય સરકારી વીજ કંપનીઓના ગ્રાહકો ફ્યુઅલ કોસ્ટના ભાવ વધારાનો ભોગ બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular