Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયચારધામ યાત્રામાં દર્શનાર્થીઓની ભીડ જોતા લેવાયો મહત્વનો નિર્ણય

ચારધામ યાત્રામાં દર્શનાર્થીઓની ભીડ જોતા લેવાયો મહત્વનો નિર્ણય

3મે થી ચારધામ યાત્રાની શરૂઆત થઇ છે. ત્યારથી જ રોજે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. કારણકે કોવિડ-19ના પરિણામે છેલ્લા બે વર્ષથી ચારધામ યાત્રા બંધ હતી માટે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જેને ધ્યાને લઇને દૈનિક તીર્થયાત્રીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચારધામ માટે યાત્રીઓની સંખ્યામાં 1000નો વધારો કરી દેવામાં આવ્યો છે. અને હવેથી દૈનિક મર્યાદા બદ્રીનાથ માટે 16,000, કેદારનાથ માટે 13,000, ગંગોત્રી માટે 8,000 અને યમુનોત્રી માટે 5,000 કરી દેવામાં આવી છે. આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ યાત્રા 3 મેના રોજ ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવામાં આવ્યા છે. કેદારનાથ 6 મે અને બદ્રીનાથ 8 મેના રોજ ખોલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 3 મેથી 9 મે સુધી 60,630 યાત્રાળુઓએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી છે. પ્રથમ દિવસે 3 મેના રોજ 5,127 શ્રદ્ધાળુઓ ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. ત્યારથી, આ આંકડો દરરોજ વધી રહ્યો છે. યમુનોત્રીમાં 53હજાર યાત્રીઓ, કેદારનાથમાં 1લાખથી વધુ જયારે બદરીનાથમાં ત્રણ જ દિવસમાં 51હજારથી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular