Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરમેઘપર નજીક ઈકો કારે હડફેટે લેતા વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત

મેઘપર નજીક ઈકો કારે હડફેટે લેતા વૃધ્ધાનું ઘટનાસ્થળે મોત

અકસ્માત બાદ વાહનચાલક નાશી ગયો : પોલીસે વૃધ્ધની ઓળખ મેળવવા તપાસ આરંભી

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીકથી રાત્રિના સમયે પૂરઝડપે પસાર થતા ઈકો વાહનના ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ પાટીયા સામે આવેલી હોટલ નજીકથી પુરપાટ પસાર થઈ રહેલી ઈકો વાહનના ચાલકે શુક્રવારે રાત્રિના સમયે આશરે 65 વર્ષથી અજાણી મહિલાને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતમાં વૃધ્ધાના શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઈકો વાહનચાલક પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ બનાવ અંગેની પ્રતાપસિંહ કેર દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ બી બી કોડીયાતર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular