જામનગર તાલુકાના ગોરધનપર ગામના પાટીયા નજીકથી પૂરઝડપે પસાર થતી ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારતા પ્રૌઢ સહિતના બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે નવી નિશાળ પાછળ રહેતાં ઈબ્રાહિમભાઇ દોસમામદ ખીરા (ઉ.વ.58) નામના પ્રૌઢ ગત તા.3 ના રોજ સાંજના સમયે તેના જીજે-10-ડીસી-5953 નંબરના બાઈક પર ગોરધનપર પાટીયા પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-એલએમ-7861 નંબરની ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક ઈબ્રાહિમભાઈ પ્રૌઢને પગના સાથળમાં તથા માથાના ભાગે તેમજ ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. ઉપરાંત પાછળ બેસેલા વ્યક્તિને પગમાં અને કપાળમાં ઈજા પહોંચતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો ડી.એલ. કંચવા તથા સ્ટાફે ઈબ્રાહિમભાઈના નિવેદનના આધારે ઈકોકારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.