લાલપુર ગામમાં શહિદ ગાર્ડન નજીક ભાડે રાખેલી જમીનમાં સિમેન્ટમાં પોલ હટાવવા બાબતે આઠ શખ્સો દ્વારા યુવાનને આતંરીને લોખંડના પાઇપ કુહાડી અને તલવાર વડે હુમલો કરી આડેધડ માર મારી જેસીબી વડે સિમેન્ટના પોલ તોડી નાખ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર ગામમાં શહિદ ગાર્ડન નજીક નારણભાઇ બૈડિયાવદરા નામના યુવાને ભાડે રાખેલી જમીનના કાંઠે સિમેન્ટના પોલની આડસ કરી હતી અને આ રોડ પરથી પવનચક્કિના ભારે વાહનો પસાર થતાં હોય જેથી નડતર રૂપ સિમેન્ટના પોલ હટાવવા માટે ના પાડતાં પ્રવિણ કાના વસરા, કિશોર દેવશી વસરા, અશ્ર્વિન વસરા, જયેશ આલા વસરા, પાલા મુરૂ વસરા, કિષ્નદેવસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના શખ્સોએ બુધવારે સાંજના સમયે એક સંપ કરી નારણભાઇના ભાઇ નાથાભાઇ ઉપર લોખંડના પાઇપ કુહાડી અને તલવાર તથા લાકડી વડે હુકલો કર્યો હતો. તેમજ નારણભાઇએ ભાડે રાખેલી જમીનમાં જેસીબી વડે સિમેન્ટના પોલ તોડી નાંખી નુકસાન કર્યું હતું. રાયોટીંગ અને હુમલના બનાવમાં ઘવાયેલા નાથાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બનાવની જાણના આધારે પ્રો.પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફે નારણભાઇના નિવેદનના આધારે રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.