ભારતમાં લોકશાહીને જીવંત રાખવા માટે લોકશાહીના ચોથા સ્થંભના પ્રહરીઓ સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોચાડે છે દેશની અંદર નાનામાં નાના લોકોનો અવાજ બનીને કાર્ય કરે છે. ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પૂછવાના હક્કને લઈને કોઈ વ્યક્તિ દ્વારા સરાજાહેર ધમકી આપવાનું કૃત્ય કરવું એ લોકશાહી માટે ખતરા સમાન છે, ત્યારે લોકોની સમસ્યાનુ નિવારણ કરતા-કરતા પત્રકાર આજે સમસ્યાનો ભોગ બન્યા છે તથા આવા તત્વો દ્વારા અવાજ દબાવવાની કોશિષ થઇ રહી છે. ત્યારે તા. 28/07/2021નાં રોજ પત્રકાર મુસ્તુફા સુમરા સાથે તલાટી મંડળના પ્રમુખ પ્રભાત વિંજોણા દ્વારા ગેરવર્તન કરી ધમકી આપી હતી તેની વિરુદ્ધમાં સમાચાર ટુડે ન્યૂઝ અને સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝની ટીમ દ્વારા ખંભાળિયાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગઈકાલે પણ આ અંગે દ્વારકા જિલ્લાના પત્રકારો અને વિવિધ સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.