જામનગરના મિયાત્રા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે, મિયાત્રા ગામે બે પેઢીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. જયારે બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે યુદ્ધના દ્રશ્ય હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ત્યારે બ્લાસ્ટના કારણે ખેડૂતોના પાકને નુકસાન તેમજ ગ્રામજનો પણ ઇજાગ્રસ્ત થતા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવામાં આવ્યું છે. તેમજ બ્લાસ્ટના કારણે મકાનમાં તિરાડ પડી જતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. આથી તે બન્ને કંપનીની લીઝ રદ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
મિયાત્રા ગામમાં મોટાભાગના ખેડૂતો અને માલધારીઓ વસવાટ કરી રહ્યા છે ગામની વસ્તી 1૨૦૦ જેટલી છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે આ લીઝ તાત્કાલિક બંધ કરવી જોઈએ કારણ કે લિઝના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે
ગ્રામજનોએ અગાઉ પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે કાયવાહી કરવા માંગ કરી હતી જોકે જિલ્લા કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા ફરી ગ્રામજનો એ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.