ખંભાળિયામાં રહેતા અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા વીપ્ર યુવાન સંદીપભાઈ ખેતિયાના આશાસ્પદ યુવાન કેશવે આજથી આશરે એક માસ વર્ષ પૂર્વે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.
ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા તેજસ્વી યુવાન કેશવને કોલેજના સંચાલકો દ્વારા પરીક્ષા આપવા ન દેવાતા તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકરણના અનુસંધાને કેશવ ખેતીયાનો જન્મદિવસ હોય અને તેના મૃત્યુને એક મહિના જેટલો સમય થયો હોય, તેમના પિતા સંદીપભાઈ, માતા તથા બહેન દ્વારા દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં હૂંડી- અરજી આપવામાં આવી હતી.
સ્વામિનારાયણના સંતો – મહંતોની ઉપસ્થિતિમાં રાજાધિરાજ દ્વારકાધીશને હૂંડી અરજી આપી, દ્વારકાધીશ તો અંતર્યામી છે અને તેઓ ગુનેગારો વિશે જાણે છે. જેથી આવા ગુનેગારોને સજા આપવાની માંગ સાથેની આ હૂંડી દ્વારકાધીશના દરબારમાં અર્પણ કરવામાં આવી હતી.