Monday, December 23, 2024
Homeરાજ્યધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ખંભાળિયામાં આવેદન અપાયું

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ખંભાળિયામાં આવેદન અપાયું

આંદોલનની ચીમકી

- Advertisement -
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તાજેતરમાં આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ મુદ્દે ખંભાળિયાના દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સમયે સર્કિટ હાઉસમાં રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ પોલીસ ધરપકડ કરીને લઈ જતા આ બાબતને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દલિત અધિકાર મંચ દ્વારા માનવ અધિકાર અને લોકશાહીનું હનન ગણાવ્યું છે. દલિતો, શોષિતો, પીડિતો અને ખેડૂતોના અવાજને વાચા આપનાર જીગ્નેશ મેવાણીની આ પ્રકારે કરવામાં આવેલી ધરપકડથી આમ પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનું જણાવી, દેવભૂમિ દ્વારકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ આ મુદ્દે અહીંના જિલ્લા કલેક્ટરને સંબોધીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો તાકીદે છુટકારો નહીં થાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આ પત્રમાં આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા કોંગ્રેસ સમિતિ દ્વારા સાથે મળીને ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની કથિત ગેરબંધારણીય ધરપકડ બાબતે રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના જિલ્લા અધ્યક્ષ સુમિતભાઈ મકવાણા, તેમજ રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના આગેવાનો  તેમજ દેવભૂમિ દ્વારકાની કોંગ્રેસ સમિતિ તરફથી ખંભાળિયા કોંગ્રેસ શહેર કોંગ્રેસ અગ્રણી નાગાજણભાઈ જામ, કપિલ ત્રિવેદી, હિતેષભાઈ નકુમ, વિનુભાઈ કટારીયા, હમીરભાઈ કટારીયા, ગોવિંદ સોલંકી વિગેરે સાથે જોડાયા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular