જામનગર ફોરેસ્ટ વિભાગ દ્વારા ખટિયા ( સમાણા રોડ ) પાસે ના જંગલ વિસ્તારમાં એક નવો ટ્રેક રુટ શરુ થઇ રહ્યો છે. જેના પ્રારંભિક બેચ માં આ રવિવારે તારીખ ૭/૮/૨૦૨૨ ના રોજ યોજાશે. જામનગર ફોરેસ્ટના ડીસીએફ આર.ધનપાલ તરફથી આ પ્રારંભિક બેચ માં સામેલ થવા માટે યુથ હોસ્ટેલ જામનગરના મેમ્બરો ને આમંત્રણ આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ માં DCF પણ હાજર રહેવાના છે.
જામનગર યુનિટ ના કમિટી મેમ્બર અને અન્ય કોઈપણ મેમ્બર્સ ને આ હાફ ડે ટ્રેક માં જોડાવા માટે ખાસ આમંત્રણ છે. આ બાબતે વધુ જાણકારી માટે અને રજીસ્ટ્રેશન માટે બાલકૃષ્ણ બગડાઈ તથા યુનિટ ના લાઈફ મેમ્બર તેમજ આ પ્રોગ્રામ ના આયોજક સભ્ય રાહુલ ગણાત્રા નો મોબાઈલનંબર ૯૪૨૬૨૦૯૮૮૩ તથા બાલકૃષ્ણ બગડાઈ ૯૪૨૮૦૧૦૫૫૧ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.