Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરટ્રેન હેઠળ કિશોરી આત્મહત્યા કરે તે પહેલાં જાગૃત નાગરિકના ફોને બચાવી લીધી

ટ્રેન હેઠળ કિશોરી આત્મહત્યા કરે તે પહેલાં જાગૃત નાગરિકના ફોને બચાવી લીધી

- Advertisement -

હાલના સમયમાં કિશોર – કિશોરીઓ નાની-નાની વાતમાં ગુસ્સે થઈ આત્મહત્યા કરવાના વિચારે છે અને જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે એવો જ એક કિસ્સો જામનગરમાં પણ જોવા મળે છે જેમાં આજે કિશોરી કામકાજને લઈને ફઈ સાથે થયેલ ઝઘડાને લીધે આત્મહત્યા કરવા ટ્રેનના પાટે પહોંચે છે જેને 181 અભયમ ટીમ દ્વારા બચાવી નવું જીવનદાન આપ્યું હતું તે બનાવની વિગત મુજબ આજે કોઈ સજજન અને જાગૃત વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરી જણાવેલ કે કોઈ કિશોરી આત્મહત્યા કરવા માટે ટ્રેનના પાટે આવીને ઊભા છે સમજાવવા છતાં કોઈનું માનતા નથી તેથી મદદની જરૂર છે. ગણતરીની મિનિટોમાં 181 ટીમના કાઉન્સેલર શીતલ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ ડ્રાઇવર રવિભાઈ ઘટના સ્થળ પર પહોંચી પીડિતાને જોતા પીડિત કિશોરી ગભરાયેલ ગયેલ અને સતત રડતી હતી.

- Advertisement -

કોઈને કશું જવાબ ન દેતા જોવા મળે કાઉન્સર દ્વારા આશ્ર્વાસન આપી કિશોરીનો વિશ્ર્વાસ જીતી કુશળ કાઉન્સિલિંગ કરતા કિશોરી એ જણાવેલ કે તેના ફઈ સાથ કામકાજને લઈને ઝઘડો થયો હતો તેથી તે હવે કોઈ પર બોજ બનવા ના માંગતી હોવાથી આત્મહત્યાનો નિર્ણય કરી ટ્રેનના પાટે જિંદગી ટૂંકાવવા આવી હતી. સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 ટીમ દ્વારા દ્વારા એડ્રેસ તેમજ મોબાઈલ નંબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિશોરી દિલ્હીની અને તેણીના દાદા-દાદી જામનગરમાં રહેતા હોવાથી તેમના ઘરે રહેવા આવી હતી. તેમનું એડ્રેસ પણ યાદ ન હતું. માત્ર કારખાના વાળા વિસ્તારમાં રહે છે એટલી જ જાણકારી હતી. ઉપરાંત કિશોરી પાસે કોઇનો મોબાઇલ નંબર પણ ન હોવાથી અભયમ ટીમે જુદા જુદા કારખાનાના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન કિશોરીના ફઈ જે કારખાનામાં કામ કરે છે તે કારખાનું નજરે પડતા કિશોરીએ ઓળખ કરતા અભયમ ટીમ કારખાનાની ઓફીસમાં જઈ ફઇ વિશે પૂછપરછ કરી હતી અને નામ – એડ્રેસ મેળવ્યા હતાં.

અભયમ ટીમને મળેલા એડે્રસ મુજબ કિશોરીને તેના ફઈના ઘરે લઇ ગયા હતા જ્યાંથી દાદા-દાદી સાથે વાત કરતા કિશોરીને ફઈ સાથે કામ બાબતે નાનો એવો ઝઘડો થતા કિશોરી કોઇને કહ્યા વગર ઘરેથી ચાલી ગઈ હતી અને ત્યારબાદ પરિવારજનો દ્વારા કિશોરીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કિશોરીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન 181 અભયમની ટીમે કિશોરી તથા તેણીના દાદા-દાદી અને ફઈનું કાઉન્સેલીંગ કરી હવે આવી નાની-નાની બાબતોમાં ઝઘડો ન કરવા અને કિશોરીનું ધ્યાન રાખવા સમજાવ્યા હતાં ઉપરાંત કિશોરીને પણ નાના નાના ઝઘડામાં ઘર ન છોડવા તથા આત્મહત્યાના ખરાબ વિચારો ન કરવા માટેની સફળ કાઉન્સેલિંગ કર્યુ હતું. કિશોરી પરત મળી જતાં તેણીના દાદા-દાદી અને ફઈએ 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular