જામનગર તાલુકાના અલિયાબાડા થી સપડા તરફ જવાના ગાડા માર્ગ પર અવાવરુ જગ્યામાં પડેલા છકડો રીક્ષાની તલાસી લેતા તેમાંથી રૂા.52800 ની કિંમતની 132 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ અને છકડો રીક્ષા કબ્જે કરી કુલ રૂા.1.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરોની શોધખોળ આરંભી હતી. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી પસાર થતા શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં અડધો કિ.મી. દૂર સપડા ગામ તરફ જતાં ગાડામાર્ગમાં અવાવરુ જગ્યામાં પડેલા છકડા રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતી હોવાની એલસીબીના વનરાજ મકવાણા અને અશોક સોલંકીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન છકડા રીક્ષાની તલાસી લેતા તેમાંથી રૂા.52800 ની કિંમતની 132 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂની બોટલો અને એક લાખની કિંમતની છકડો રીક્ષા મળી કુલ રૂા.1,52,800 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રેલવે ફાટક પાસેથી પસાર થતા વિજય બચુ પરમાર નામના શખ્સને મેઘપર પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે વિજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.