દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ દ્વારા એસ.એસ.સી પાસ રોજમદારો ને અપાતો પગાર ધોરણ પરત ખેંચવાના નિર્ણયના વિરોધમાં સૂત્રોચાર કરી આંદોલન કર્યું હતું.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ તેમની ઓફિસે કાળી પટ્ટી બાંધી ને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પાણી પુરવઠા બોર્ડના એસ.એસ સી પાસ કર્મચારીઓનુ પગાર ધોરણ ૩૨ વર્ષ બાદ પરત ખેચવાનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે . જે અંગે કર્મચારી સંઘે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ને લેખિતમાં રજૂઆત કરી કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં બોર્ડના અધિકારોના વલણમાં કોઈ પણ ફેરફાર પડ્યો નથી અને કર્મચારી હિતને ધ્યાનમાં રાખી ને નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે . કર્મચારીઓ દ્વારા તા. ૧ નાં રોજ કાળી પટ્ટી ધારણ કરી કમે આવ્યા હતા. તેમજ તા ૨ રોજ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. તા ૧૧ જુલાઇ નાં રોજ પરિવાર સાથે કચેરી સમક્ષ રામધૂન બોલાવાશે, તા ૧૮ જુલાઇ નાં રોજ પરિવાર સાથે એક દિવસ ધરણાં કરવામાં આવશે. તા ૨૫ જુલાઇ નાં રોજ ઝોન કચેરી સમક્ષ ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ કર્મચારી સંઘે જણાવ્યું હતું.