Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા નજીક પૂરપાટ જતા ટોરસની હડફેટે બાઈક સવાર પ્રૌઢનું મૃત્યુ

દ્વારકા નજીક પૂરપાટ જતા ટોરસની હડફેટે બાઈક સવાર પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

દ્વારકામાં રહેતા અલીભાઈ ઉમરભાઈ ભેસલીયા નામના 58 વર્ષના પ્રૌઢ મંગળવારે બપોરે પોતાના જીજે-37-એફ-5478 નંબરના મોટરસાયકલ ઉપર બેસીને દ્વારકા તરફ આવી રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-10-ટીવી-8165 નંબરના ટોરસ ટ્રકના ચાલકે અલીભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ જીવલેણ ટક્કરમાં ટ્રકનું તોતિંગ ટાયર અલીભાઈના માથા ઉપર ફરી જતા લોહીલુહાણ હાલતમાં તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ ઈબ્રાહીમ ઉર્ફે નાનુભાઈ ઉમરભાઈ ભેસલીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular