Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડ નજીક આઈસરે ઠોકરે ચડાવતા બાઈકસવાર પ્રૌઢનું મોત

કાલાવડ નજીક આઈસરે ઠોકરે ચડાવતા બાઈકસવાર પ્રૌઢનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતા પ્રૌઢ મંગળવારે કાલાવડ નજીક આવેલા તેના ખેતરે બાઈક પર જતા હતાં ત્યારે ખંઢેરા નજીક પૂરઝડપે આવતા આઈસર ટ્રકે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ કરશનભાઈ ગઢીયા (ઉ.વ.54) નામના પટેલ પ્રૌઢ મંગળવારે બપોરના સમયે તેના જીજે-10-સીએફ-6338 નંબરના બાઈક પર જામનગરથી કાલાવડ નજીક આવેલી તેના ખેતરે જતા હતાં તે દરમિયાન પૂરઝડપે આવતા જીજે-03-બીવી-7297 નંબરના આઈસર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા ગોરધનભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ પ્રૌઢનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર પ્રજ્ઞેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને નાશી ગયેલા આઈસર ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular